મતદાન-કેન્દ્રમાં ફરજ પરના આરોગ્ય કર્મચારીએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા હતા અને તેમણે તપાસીને શ્યામ ધાયગુડેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા
શ્યામ ધાયગુડે
સાતારા જિલ્લામાં ખંડાલા ખાતેના મોરવે ગામમાં ગઈ કાલે ૬૭ વર્ષના શ્યામ ધાયગુડે મત આપવા માટે મતદાન-કેન્દ્રમાં પહોંચ્યા ત્યારે અચાનક તેમને ચક્કર આવતાં પડી ગયા હતા. મતદાન-કેન્દ્રમાં હાજર લોકોએ શ્યામ ધાયગુડેને ઊભા કરીને ખુરસી પર બેસાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીચે પડતાંની સાથે જ તેમનું મૃત્યુ થયું હતું એટલે બેસી નહોતા શક્યા. મતદાન-કેન્દ્રમાં ફરજ પરના આરોગ્ય કર્મચારીએ તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા હતા અને તેમણે તપાસીને શ્યામ ધાયગુડેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.