ટૅક્સીનો ડ્રાઇવર અને પોલીસ-કૉન્સ્ટેબલો સમયસર પહોંચી જતાં તેને બચાવી લેવામાં આવી હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મુલુંડમાં રહેતી ૫૬ વર્ષની એક મહિલાએ ગઈ કાલે સાંજે સાત વાગ્યે અટલ સેતુ પરથી ઝંપલાવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, પણ ટૅક્સીનો ડ્રાઇવર અને પોલીસ-કૉન્સ્ટેબલો સમયસર પહોંચી જતાં તેને બચાવી લેવામાં આવી હતી. આ આખી ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો.
તે મહિલા રેલિંગ ક્રૉસ કરીને કઠેડા પર ઊભી રહી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરે પોલીસને જાણ કરતાં ટ્રાફિક-પોલીસની વૅન પણ ત્યાં આવી ગઈ હતી. પોલીસની વૅન આવેલી જોઈને તે મહિલાએ કઠેડા પરથી નીચે ઝંપલાવ્યું હતું. જોકે એ વખતે ચપળતા બતાવીને ટૅક્સી-ડ્રાઇવરે તેનો હાથ પકડી લીધો હતો. ત્યાર બાદ ડ્રાઇવરનો હાથ છૂટે એ પહેલાં ટ્રાફિક-પોલીસના ત્રણ કૉન્સ્ટેબલ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે તત્પરતા બતાવીને ટૅક્સી-ડ્રાઇવરને મદદ કરીને મહિલાને ઉપર ખેંચી લીધી હતી. આમ સમયસર તે મહિલાને બચાવી લેવામાં આવી હતી.