બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને મોત નિપજાવવાનો ગુનો નોંધીને રાજેન્દ્ર યાદવની ધરપકડ કરી હતી.
અકસ્માત
થાણેના આનંદનગરની ૩૨ વર્ષની યુવતી અક્ષયા રામચંદ્ર ફેફડે ગઈ કાલે સવારે તેની સ્કૂટી પર કલ્યાણ તરફ જતી હતી ત્યારે થાણેના માજીવાડા ફ્લાયઓવર બ્રિજ પર ૨૭ વર્ષના ટ્રક-ડ્રાઇવર રાજેન્દ્ર યાદવે બેદરકારીપૂર્વક ટ્રકને ઓવરટેક કરીને અક્ષયાની સ્કૂટીને ડાબી બાજુ દબાવવા જતાં અક્ષયા ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. થાણેની કાપુરબાવડી પોલીસે ટ્રક કબજે કરીને બેદરકારીથી ડ્રાઇવિંગ કરીને મોત નિપજાવવાનો ગુનો નોંધીને રાજેન્દ્ર યાદવની ધરપકડ કરી હતી.