Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અજાણ્યા યુવક સાથે ફ્રેન્ડશિપ કરનારી ૧૭ વર્ષની ટીનેજર ગૅન્ગરેપનો ભોગ બની

અજાણ્યા યુવક સાથે ફ્રેન્ડશિપ કરનારી ૧૭ વર્ષની ટીનેજર ગૅન્ગરેપનો ભોગ બની

25 August, 2024 07:10 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના વેસ્ટર્ન સબર્બમાં રહેતી ટીનેજરને નાલાસોપારાનો યુવક ફરવા લઈ ગયો, પછી તેણે અને તેના મિત્રે બળાત્કાર કર્યો : બન્નેની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના વેસ્ટર્ન સબર્બમાં રહેતી ૧૭ વર્ષની કિશોરીને નાલાસોપારાના અજાણ્યા યુવક સાથે ફ્રેન્ડશિપ કરવાનું ભારે પડ્યું હતું. પાંચ દિવસ પહેલાં જેની સાથે ઓળખાણ થઈ હતી તે આરોપી સોનુ ટીનેજરને રિક્ષામાં નાલાસોપારાના નિર્જન સ્થળે લઈ ગયો હતો. અહીં આરોપી સોનુ અને તેના એક મિત્રે કિશોરી પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. આ વાતની જાણ કોઈને ન કરવાની ધમકી આપીને બાદમાં આરોપીઓ કિશોરીને રેલવે-સ્ટેશન પાસે મૂકીને પલાયન થઈ ગયા હતા. પીડિત કિશોરીએ ઘરે પહોંચીને તેનાં માતા-પિતાને જાણ કરતાં તેમણે નાલાસોપારાના તુળીંજ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સોનુ અને તેના ફ્રેન્ડની ટીનેજર પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી હતી. તુળીંજ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર નગરકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બળાત્કારનો ભોગ બનેલી કિશોરીની એક ફ્રેન્ડ નાલાસોપારામાં રહે છે. આથી તે તેને મળવા માટે અવારનવાર નાલાસોપારા આવે છે. આ દરમ્યાન તેની ઓળખાણ નાલાસોપારામાં સ્ટુડિયોમાં કામ કરતા સોનુ સાથે થઈ હતી. ગુરુવારે સોનુએ કિશોરીને મળવા માટે નાલાસોપારા બોલાવી હતી. કિશોરી તેની સાથે ગઈ હતી ત્યારે સોનુ અને તેના ફ્રેન્ડે બળાત્કાર ર્ક્યો હતો. અમે બન્ને આરોપીની ધરપકડ કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2024 07:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK