પોલીસે કહ્યું હતું કે સવારે સાડા છ વાગ્યે આ ટીનેજર એમનેમ આંટો મારવા ટૅન્કર લઈને નીકળ્યો હતો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાં ચકચાર જગાડનાર પુણેના પૉર્શે-કાંડમાં કાર પૂરઝડપે ચલાવીને બે જણનાં મૃત્યુ નિપજાવનાર સગીરનો કિસ્સો હજી તાજો જ છે ત્યાં ફરી એક વાર પુણેમાં ૧૪ વર્ષના એક સગીરે વૉટર-ટૅન્કર ચલાવીને બે જણને અડફેટે લીધા હોવાની ઘટના બની છે. નસીબજોગે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ગંભીર ઈજા નથી થઈ. પોલીસે આ સંદર્ભે કાર્યવાહી કરી અકસ્માત કરનાર ૧૪ વર્ષના સગીર, તેના પિતા અને વૉટર-ટૅન્કરના માલિકને તાબામાં લઈને વધુ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે કહ્યું હતું કે સવારે સાડા છ વાગ્યે આ ટીનેજર એમનેમ આંટો મારવા ટૅન્કર લઈને નીકળ્યો હતો.