અનંતચતુર્થીને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે દોડાવશે આઠ સ્પેશ્યલ ટ્રેન
મુંબઈ લોકલ ટ્રેન
૧૨ સપ્ટેમ્બરે અનંતચતુર્થીના દિને ગણપતિવિસર્જનને કારણે પ્રવાસીઓની થતી સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને સાંજે પાંચ વાગ્યાથી સાડાદસ વાગ્યા સુધીની અપ દિશાની ફાસ્ટ ટ્રેનોને મુંબઈ સેન્ટ્રલ અને ચર્ચગેટ સ્ટેશને થોભાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. સામાન્ય રીતે સાંજના ધસારાના સમયે આ ફાસ્ટ ટ્રેનો આ સ્ટેશનો વચ્ચે થોભતી નથી હોતી. બીજી બાજુ ૧૨ સપ્ટેમ્બરે સાંજે પાંચથી દસ વાગ્યાના સમયગાળા દરમ્યાન ચર્ચગેટ તરફ જનારી અપ દિશાની તમામ સ્લો ટ્રેન ચર્ની રોડ સ્ટેશન પર નહીં થોભે, એટલે એ સમય દરમ્યાન ચર્ની રોડ સ્ટેશન પર એક પણ ટ્રેન ઉપલબ્ધ નહીં થાય.
આ પણ વાંચો : ડૉક્ટરો આરોપી અનિલ ચુગાનીનું સાઇકોલૉજિકલ પ્રોફાઇલિંગ કરશે
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ૧૨ સપ્ટેમ્બરે અનંતચતુર્થી નિમિત્તે પશ્ચિમ રેલવેએ આઠ વિશેષ ટ્રેનો મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય લીધો છે.

