એક દરદીએ પૈસા ટ્રાન્સફર કર્યા ત્યારે ડૉક્ટરે પોતાના બૅન્ક-અકાઉન્ટનું બૅલૅન્સ તપાસ્યું ત્યારે આ ઘટનાની જાણ થઈ
ડૉક્ટર માટેની પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં પ્રૅક્ટિસ કરતા એક ડૉક્ટરના બૅન્ક-અકાઉન્ટમાંથી એકાએક ૯.૯૪ લાખ રૂપિયા ઊપડી ગયા હતા. ડૉક્ટર પાસે આવેલા એક દરદીએ પૈસા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ડૉક્ટરે પોતાના બૅન્ક-અકાઉન્ટનું બૅલૅન્સ તપાસતાં એમાંથી આશરે ૯.૯૪ લાખ રૂપિયા ઊપડી ગયા હોવાની જાણ થઈ હતી. અંતે આ ઘટનાની ફરિયાદ વિરાર પોલીસ સ્ટેશનમાં કરતાં લોકલ પોલીસ સાથે સાઇબર વિભાગે પણ આ કેસમાં તપાસ શરૂ કરી છે.