Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિધાનસભામાં ચૂંટાયેલા ૬૫ ટકા વિધાનસભ્યો સામે છે ગુના

વિધાનસભામાં ચૂંટાયેલા ૬૫ ટકા વિધાનસભ્યો સામે છે ગુના

Published : 28 November, 2024 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌથી વધુ BJPના ૭૦ ટકા વિધાનસભ્યો સામે પોલીસમાં વિવિધ પ્રકારની ફરિયાદ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૨૮૮ વિધાનસભ્યોમાંથી ૬૫ ટકા વિધાનસભ્યો પર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પણ ૪૧ ટકા એટલે કે ૧૧૮ વિધાનસભ્યો સામે પોલીસ-સ્ટેશનમાં હત્યા, અપહરણ, હત્યાનો પ્રયાસ, મહિલા પર અત્યાચાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે.


ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટાયેલા ૧૩૨માંથી ૯૨ વિધાનસભ્યો એટલે કે ૭૦ ટકા વિધાનસભ્યો પર વિવિધ પ્રકારના તો ૪૦ ટકા વિધાનસભ્યો પર ગંભીર ગુના છે. આવી જ રીતે શિંદેસેનાના ૫૭ વિધાનસભ્યોમાંથી ૩૮ વિધાનસભ્યો સામે ગુના છે. અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ચૂંટાઈ આવેલા ૪૧ વિધાનસભ્યોમાંથી ૨૦ પર ગુના છે. ઉદ્ધવસેનાના ૨૦ વિધાનસભ્યોમાંથી ૧૩ પર, કૉન્ગ્રેસના ૧૬ વિધાનસભ્યોમાંથી ૯ વિધાનસભ્યો અને શરદ પવારના ૧૦માંથી પાંચ વિધાનસભ્યો પર ગુના દાખલ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2024 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK