Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીના ગુજરાતી સિનિયર સિટિઝને બતાવી જબરી બહાદુરી

કાંદિવલીના ગુજરાતી સિનિયર સિટિઝને બતાવી જબરી બહાદુરી

Published : 24 May, 2026 07:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૨ વર્ષના જયંતીલાલ શેઠે મોબાઇલ ચોરીને ભાગતા ચોરનો ૫૦૦ મીટર પીછો કરીને રંગેહાથ ઝડપ્યો

પોલીસે ધરપકડ કરેલો અર્જુન મરાંડી.

પોલીસે ધરપકડ કરેલો અર્જુન મરાંડી.


બોઇસર રેલવે-સ્ટેશન પર ખિસ્સામાંથી મોબાઇલ ચોરીને નાસતા ૧૯ વર્ષના અર્જુન મરાંડીની પાછળ ૫૦૦ મીટર દોડીને ૬૨ વર્ષના જયંતીલાલ શેઠે તેને પકડી પાડ્યો હતો અને પાલઘર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના હવાલે કર્યો હતો. પાલઘર GRPએ આરોપી અર્જુન સામે ચોરીની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અર્જુનની સામે પહેલાં પણ ચોરીના ગુના નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. કાંદિવલી-વેસ્ટના શંકર લેન વિસ્તારમાં રહેતા જયંતીલાલ શેઠ શુક્રવારે ઑફિસના કામે બોઇસર ગયા હતા. સાંજે કામ પતાવીને ઘરે પાછા ફરવા માટે તેઓ બોઇસર રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૩ પરથી દહાણુ-ચર્ચગેટ લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં ચડી રહ્યા હતા ત્યારે ભીડભાડ દરમ્યાન આરોપીએ તેમના પૅન્ટના ખિસ્સામાંથી ૩૦,૦૦૦ રૂપિયાનો મોંઘો મોબાઇલ ફોન સેરવી લીધો હતો. ખિસ્સું હળવું થતાં જ સાવચેત થયેલા જયંતીલાલ શેઠને તરત ચોરીનો અહેસાસ થયો હતો અને તેમણે પાછળ વળીને જોયું તો એક યુવાન ભાગતો નજરે પડ્યો હતો.

સામાન્ય રીતે આવા કિસ્સામાં લોકો ગભરાઈ જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં ફરિયાદીએ અપ્રતિમ હિંમત અને બહાદુરીનો પરિચય આપ્યો હતો એમ જણાવતાં પાલઘર GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સચિન ઇંગવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેમણે આસપાસના લોકોની મદદની રાહ જોયા વિના જ ચોર-ચોરની બૂમો પાડીને ભાગતા તસ્કરનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પ્લૅટફૉર્મ પરથી બહાર નીકળીને વ્યસ્ત રસ્તા પર આશરે ૫૦૦ મીટર સુધી પીછો કરીને તે ચોરને રંગેહાથ દબોચી લીધો હતો. આ દરમ્યાન બૂમાબૂમ સાંભળીને પ્લૅટફૉર્મ પર સાદા કપડાંમાં તહેનાત અમારા જવાનો પણ મદદે દોડી આવ્યા હતા અને આરોપીને તાબામાં લઈને પોલીસ-ચોકીમાં ખસેડ્યો હતો. આરોપી અર્જુન મરાંડી મૂળ ઝારખંડનો છે અને હાલમાં સુરતમાં રહે છે. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK