ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ XBB.1.16 મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવી રહ્યો છે તથા એ અન્ય વેરિઅન્ટનું સ્થાન લઈ રહ્યો છે
માસ્ક પહેરેલી મહિલાઓ પરેલની સોસાયટીમાંથી પસાર થઈ રહી છે. તસવીર: અતુલ કાંબળે
તાજેતરમાં કરાયેલા જીનોમ સીક્વન્સિંગનાં પરિણામો પરથી જણાય છે કે રાજ્યના કુલ કોવિડ-૧૯ પેશન્ટમાંથી ૫૦ ટકા પેશન્ટ કોરોના વાઇરસના નવા સબ-વેરિઅન્ટ XBB.1.16થી સંક્રમિત છે જે અત્યંત ચેપી હોવાનું મનાય છે.
ઓમાઇક્રોનનો સબ-વેરિઅન્ટ XBB.1.16 મહારાષ્ટ્રમાં પ્રભુત્વ ધરાવી રહ્યો છે તથા એ અન્ય વેરિઅન્ટનું સ્થાન લઈ રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા કોવિડ કેસમાં ૫૦ ટકા XBB.1.16 વેરિઅન્ટના છે. નિષ્ણાતોએ ફરી એક વાર લોકોને વૅક્સિનનો સંરક્ષણાત્મક ડોઝ લેવાની તેમ જ ભીડભર્યા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે.
ADVERTISEMENT
ચાલુ વર્ષના ફેબ્રુઆરીના મધ્યથી મહારાષ્ટ્ર સહિત કેટલાંક રાજ્યોમાં કોવિડ-૧૯ કેસ માથું ઊંચકી રહ્યો છે જે ચિંતાનો વિષય છે.
મહારાષ્ટ્રમાં ગઈ કાલે ૩૯૭ નવા કેસ નોંધાયા હતા, જેમાંથી ૧૨૩ કેસ માત્ર મુંબઈના હતા. આ ઉપરાંત રાજ્યના કુલ ૨,૧૧૭ ઍક્ટિવ કેસમાંથી પણ ૫૫૮ કેસ મુંબઈના છે, જેમાંના માત્ર ૪૩ પેશન્ટ હૉસ્પિટલમાં દાખલ થયા છે.