Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરાર-ચર્ચગેટ રૂટ પર 49 ટ્રેનોને કરવામાં આવશે 15 કોચ દ્વારા અપગ્રેડ

વિરાર-ચર્ચગેટ રૂટ પર 49 ટ્રેનોને કરવામાં આવશે 15 કોચ દ્વારા અપગ્રેડ

14 August, 2023 05:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વેસ્ટર્ન રેલવે (western railway)ના મુંબઇ ડિવીઝને કાલે, 15 ઑગસ્ટથી 12 ડબ્બાવાળી 49 લોકલ ટ્રેનોને 15 ડબ્બાથી વધારવાનો નિર્ણય લીધો છે. આથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે ટ્રેનોમાં યાત્રા આરામદાયક થઈ જશે. (49 Mumbai Local Trains to get Upgraded with 15 coaches)

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે


વેસ્ટર્ન રેલવે (Western Railway)ના મુંબઇ ડિવીઝને કાલે, 15 ઑગસ્ટથી 12 ડબ્બાવાળી 49 લોકલ ટ્રેનોને 15 ડબ્બાથી વધારવાનો નિર્ણય લીધો છે. આથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે મુંબઈ લોકલ ટ્રેનોમાં યાત્રા આરામદાયક થઈ જશે. (49 Mumbai Local Trains to get Upgraded with 15 coaches)


આ સિવાય, આ વિકાસ ત્યારે થયો જ્યારે ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો જોવામાં આવ્યો છે. આથી, આને સ્ટેશનો પર ભીડને વેર-વિખેર કરવામાં મદદ મળવાની આશા છે. 49 ઉપનગરીય ટ્રેન સેવાઓમાંથી જેને 15 કોચ સુધી વધારી દેવામાં આવી છે, તેમાં મુખ્ય રૂપે ચર્ચગેટથી વિરાર વચ્ચે ધીમી લાઈનની સેવાઓ અને ફક્ત 15 ફાસ્ટ લાઈન સેવાઓ સામેલ છે. (Mumbai Transport news)



15 કોચવાળી ટ્રેન માટે સ્ટેબલિંગ લાઈન (પાર્કિંગ સુવિધા) વિરાર, ભાયંદર અને અંધેરીમાં ઉપલબ્ધ છે. 3 રેક આ સ્ટેશનોથી નીકળશે, જેમાં ક્રમશઃ ચર્ચગેટથી વિરાર વચ્ચે આવતી-જતી 49 સેવાઓ સામેલ થશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ આજે 14 ઑગસ્ટના કહ્યું કે આ પગલાને કારણે, 15 કોચવાળી ટ્રેન સેવાઓ 150થી વધીને 199 થઈ જશે.


પશ્ચિમ રેલવે પ્રતિદિવસ 79 એસી સેવાઓ સહિત કુલ 1,394 સ્થાનિક સેવાઓ સંચાલિત કરે છે. આ પોતાના ઉપનગરીય નેટવર્ક પર પ્રતિદિવસ 27.24 લાખથી વધારે પ્રવાસીઓને સેવા પ્રદાન કરે છે.

ઉલ્લેખનીય છે કે વિરાર અને દહાણુ વચ્ચે લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાની માગ કરવામાં આવી હતી. ચોથી લાઈનનું નામ 2025 સુધીમાં પૂરું થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


વિરાર અને દહાણૂ વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ સાથે પ્રવાસી સંઘોએ હવે રેલવે અને મંત્રાલયોને આ ક્ષેત્રમાં હજી વધારે લોકલ ટ્રેનો માટે અરજી કરવાની શરૂ કરી દીધી છે. વિરારથી આગળ બે લાઈનની સીમાને જોતા રેલવે અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી ચાર લાઈનનું કામ પૂરું ન થઈ જાય ત્યાં સુધી વધારે મદદ મળી શકે તેમ નથી.

દહાણૂ રોડ સંબંધે લોકલ ટ્રેન કનેક્ટિવિટી ખૂબ જ સીમિત છે અને પીક અવર્સ દરમિયાન સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. તાજેતરમાં, પશ્ચિમ રેલવેએ વિરાર-ચર્ચગેટ રૂટ પર 15 વધારાની નવી સેવાઓ શરૂ કરી. પણ વિરાર-દહાણી રોડ વચ્ચે એવી કોઈ ટ્રેન શરૂ કરવામાં નથી આવી.

રેલવે અધિકારીઓએ કહ્યું કે માત્ર બે ટ્રેક અને ટ્રાફિકની સ્થિતિને જોતા વિરાર અને દહાણૂ વચ્ચે સ્થિતિ ખૂબ જ નાજુક છે અને દરેક ટ્રેન સંતુલિત અને સમયબદ્ધ છે જેને તત્કાલ વધુ ટ્રનોની કોઈ શક્યતા નથી.

મુંબઈ રેલવે નિકાસ નિગમ દ્વારા વિરાર અને દહાણૂ વચ્ચે આખા 63 કિલોમીટરની લાઈનોને ચારગણી કરવાની પરિયોજનાને તીવ્ર ગતિએ ક્રિયાન્વિત કરવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 August, 2023 05:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK