ડૉક્ટરે નોંધાવેલી ફરિયાદના આધારે પ્રોફેસર વિરુદ્ધ જાતીય શોષણ અને જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
પોલીસે ૪૭ વર્ષના પ્રોફેસરની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં એક મહિલા ડૉક્ટરનું કથિત રીતે જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ધવારે ૨૪ વર્ષની ડૉક્ટર અને આરોપી દિલ્હીથી સવારે ૫.૩૦ વાગ્યે ટેક-ઑફ થયેલી ફ્લાઇટમાં એકબીજાની બાજુમાં બેઠાં હતાં. ફરિયાદમાં મહિલા ડૉક્ટરે જણાવ્યા મુજબ ફ્લાઇટ મુંબઈ ઍરપોર્ટ પર ઊતરવાની હતી એના થોડા સમય પહેલાં આરોપીએ તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો. બંને વચ્ચે ઝઘડો થતાં ડૉક્ટરે ક્રૂ-મેમ્બરને જાણ કરી હતી. મુંબઈ ઍરપોર્ટ પર લેન્ડ થયા બાદ તેઓ સહાર પોલીસ સ્ટેશન ગયાં હતાં. ડૉક્ટરે નોંધાવેલી ફરિયાદના આધારે પ્રોફેસર વિરુદ્ધ જાતીય શોષણ અને જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને જામીન આપ્યા હતા. હાલ તપાસ ચાલુ છે.