૪૧ વર્ષના પ્રતીક શાહ ડાયમન્ડ માર્કેટમાં કામ કરતા હતા
પ્રતીક શાહ
સાયનમાં બ્રિજનું કામ ચાલે છે એટલે હું ઑફિસ જલદી જઉં છું એમ કહીને ૪૧ વર્ષના પ્રતીક શાહ સાયન સર્કલથી સવારે ૭.૩૦ વાગ્યે મોટરબાઇક પર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જવા નીકળ્યા હતા. જોકે તે ડાયમન્ડ માર્કેટ સુધી પહોંચે એ પહેલાં જ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના બસ-સ્ટૉપ પાસે બાઇક સ્લિપ થવાથી પ્રતીક શાહ બાઇક પરથી રોડ પર પડી ગયા હતા. એ જ સમયે પાછળથી આવતું વૉટર-ટૅન્કર તેમના શરીર પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
કચ્છી વીસા ઓસવાળ જૈન પ્રતીક શાહ છેલ્લાં બાર વર્ષથી ડાયમન્ડ માર્કેટમાં કે. પી. સંઘવી કંપનીમાં નોકરી કરતા હતા. આ બાબતની માહિતી આપતાં પ્રતીકના કઝિન નિશાંત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રતીક રોજ મોટરબાઇક પર નોકરીએ જતો હતો. પ્રતીકને પાંચ વર્ષનાં ટ્વિન્સ છે. ગઈ કાલે તેના રોજિંદા ક્રમ પ્રમાણે આરતીભાભી સાથે હસીને આવજો કરીને તે નોકરીએ જવા નીકળ્યો હતો. ત્યાર પછી શું બન્યું એની અમને ખબર નથી, પણ સવારે ૮.૩૦ વાગ્યે પ્રતીકના અકસ્માત પછી ત્યાં હાજર રહેલા ટ્રાફિક-પોલીસે તેના હાથથી મોબાઇલ ટચ કરીને તેનો મોબાઇલ ખોલ્યો હતો. એમાં છેલ્લા કૉલમાં પ્રતીકનાં બહેન-બનેવીના નંબર હતા એટલે પોલીસે તેમને અકસ્માતની માહિતી આપી હતી. બહેન-બનેવીએ પહેલાં તો કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે એમ સમજીને પોલીસની ઝાટકણી કાઢી હતી. ત્યાર પછી તેમણે અમને પ્રતીકના સમાચાર આપ્યા હતા. આ સમાચારથી અમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.’
ADVERTISEMENT
અકસ્માત થવા છતાં પ્રતીકના શરીર પર લોહીનાં નિશાન નહોતાં એ બાબત પર આશ્ચર્ય વ્યક્ત કરતાં નિશાંત શાહે કહ્યું હતું કે ‘પ્રતીક સ્લિપ થઈને બાઇક પરથી પડી ગયા પછી તેના પરથી
વૉટર-ટૅન્કર પસાર થઈ ગયું હોવાથી તેની છાતી સહિત શરીરનાં બધાં જ હાડકાં તૂટી ગયાં હતાં, પણ શરીરમાંથી લોહી નીકળ્યું નહોતું.’