Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુમ્બ્રા ટ્રાફિક વિભાગના ૪૦ પોલીસોની સાગમટે બદલી

મુમ્બ્રા ટ્રાફિક વિભાગના ૪૦ પોલીસોની સાગમટે બદલી

Published : 19 February, 2024 07:54 AM | IST | Mumbai
Mehul Jethva | mehul.jethva@mid-day.com

શિલફાટા પર લાંચ લેતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સજા તરીકે તેમની થાણેના કન્ટ્રોલ રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુમ્બ્રા ટ્રાફિક પોલીસ ટીમના ૩૯ ટ્રાફિક કૉન્સ્ટેબલ અને એક પોલીસ ઇન્સ્પેક્ટરની ૧૭ ફેબ્રુઆરીએ સાંજે થાણેના કન્ટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ સાંજે શિલફાટા વિસ્તારમાં હેવી વાહનો પાસેથી ગેરકાયદે અને બળપૂર્વક લાંચ લેતો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ સજા તરીકે તેમની બદલી કરવામાં આવી હતી.


થાણેમાં રહેતા એક સોશ્યલ ઍક્ટિવિસ્ટે ૧૬ ફેબ્રુઆરીએ સાંજે એક વિડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો, જેમાં શિલફાટા વિસ્તારમાં હાજર ટ્રાફિક કૉન્સ્ટેબલ ગેરકાયદે અને બળપૂર્વક લાંચ લેતો દેખાઈ આવ્યો હતો. આ વિડિયો વાયુવેગે પ્રસરતાં એની નોંધ સિનિયર અધિકારીઓએ લીધી હતી. થાણે ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ વિનય રાઠોડે આ મામલાની પૂછપરછ કરી હતી, જેમાં અધિકારીઓની ભૂલ સામે આવ્યા બાદ ૩૯ પોલીસ કર્મચારીઓ અને મુમ્બ્રા ટ્રાફિક પોલીસના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુરેશ ખેડેકરની બદલીની સૂચના જારી કરવામાં આવી હતી.



થાણે ટ્રાફિક વિભાગના એક સિનિયર પોલીસ અધિકારીએ તમામ અધિકારીઓની બદલી થઈ હોવાની પુષ્ટિ કરી છે. શિલફાટા વિસ્તાર નજીક હેવી વાહનો પાસેથી ગેરકાયદે ચુકવણી અંગે પૂછપરછ કરવામાં આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 07:54 AM IST | Mumbai | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK