મુંબઈ એરપોર્ટ પર હીરાની દાણચોરી કરનાર ઝડપાયો હતો. કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
ટી બેગમાં રૂ. 1.5 કરોડના હીરાની દાણચોરી કરનાર એક વ્યક્તિ બુધવારે મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો હતો. કસ્ટમ વિભાગ (Mumbai Customs)ના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
હીરાની દાણચોરી કરનાર આરોપી કે જેની ધરપકડ કરવામાં આવી છે તેની ઓળખ મુકીમ રઝા અશરફ મન્સુરી એમ થઈ છે. ઉપરાંત આ આરોપી દક્ષિણ મુંબઈનો રહેવાસી છે. તે દુબઈથી મુંબઈ આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
આરોપી દ્વારા ટી બેગમાં 34 હીરા લાવવામાં આવ્યા હતા. અધિકારીએ આ બાબતે માહિતી આપી હતી કે આ હીરા 1559.68 કેરેટના છે. હીરાની કિંમત 1.49 કરોડ રૂપિયા છે. જે આરોપીએ હીરાની દાણચોરી માટે મળવાની હતી. જો કે, આરોપી દ્વારા આ હીરાનું વેચાણ કરવામાં આવે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
કસ્ટમ્સ અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે, “30 વર્ષીય આરોપી મુકીમ રઝા અશરફ મન્સુરીને બુધવારે ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે તે દુબઈ જવા રવાના થઈ રહ્યો હતો ત્યારે જ કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા તેને રોકી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી હીરાઓ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.”
અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ દક્ષિણ મુંબઈના નળ બજાર વિસ્તારમાં આ આરોપી રહેતો હતો. આરોપી મન્સુરીની મુંબઈના એરપોર્ટ (Chhatrapati Shivaji International Airport) પરથી ધરપકડ કરી લેવામાં આવી હતી. તે ખાનગી એરલાઈનરની ફ્લાઈટમાં દુબઈ જવા રવાના થયો હતો. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી એક મોટી ટી બેગ મળી આવી હતી. આ ટી બેગ કસ્ટમ્સ અધિકારીઓને શંકાસ્પદ જણાઈ આવી હતી. જ્યારે કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા ટી પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે બ્રાન્ડેડ ચા પાવડરના આઠ નાના પાઉચ મળી આવ્યા હતા. આ પેકેટમાં સંતાડીને રાખવામાં આવેલા કુલ 34 હીરા મળી આવ્યા હતા. સાથે જ કસ્ટમ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી.
આ બાબતે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું હતું કે ટી પેકેટમાં હીરા સંતડવામાં આવ્યા છે તેની તેને ખબર હતી. ઉપરાંત તેને દેશની બહાર હીરાની દાણચોરી માટે રૂ. 5,000 આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ જ રકમ મેળવવાની લાલચમાં તેણે હીરાની દાણચોરી કરવાનું સાહસ કર્યું હતું.
જૂન મહિનામાં દિલ્હીના કસ્ટમ અધિકારીઓએ પણ ઈજીઆઈ (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ) પર દારૂની બોટલોના 1,289 યુનિટ અને 51.68 કિલો ડ્રગ્સનો નાશ કર્યો હતો. કસ્ટમ્સ અધિકારીના જણાવ્યા અનુસાર વિવિધ બ્રાન્ડની દારૂની બોટલોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.