મુંબઈમાં તેઓ ૩૨.૭૯ કિલો સોનું કોને આપવાનાં હતાં એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે
સોનું
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ્સે બે વિદેશી મહિલાઓ પાસેથી ૧૯.૧૫ કરોડનું ૩૨.૭૯ કિલો દાણચોરીનું સોનું પકડી પાડ્યું હતું. આ સોનું તેમણે પોતાનાં અન્ડરગાર્મેન્ટ્સ અને બૅગમાં છુપાવ્યું હતું. કસ્ટમ્સના જણાવ્યા મુજબ એ બે મહિલાઓ નાઇરોબીથી મુંબઈ આવી હતી. કસ્ટમ્સ ઑફિસરોને તેમના પર શંકા જતાં તપાસ કરી હતી. તેમની પાસેથી બાવીસ કૅરૅટના સોનાનાં ૯૮ બિસ્કિટ મળી આવ્યાં હતાં જે તેમણે તેમનાં અન્ડરગાર્મેન્ટ્સ અને બૅગમાં છુપાવ્યાં હતાં. કસ્ટમ્સ ઑફિસરોએ તેમની સામે ગુનો નોંધી આરોપીઓ આ પહેલાં પણ આ રીતે દાણચોરીનું સોનું લાવ્યાં છે કે નહીં એની તપાસ ચલાવી રહ્યા છે. મુંબઈમાં તેઓ ૩૨.૭૯ કિલો સોનું કોને આપવાનાં હતાં એની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.