આ શહેરમાં મુંબઈકર્સની જીવનશૈલી પણ ખૂબ જ વ્યસ્ત હોય છે. આથી તેમને જીવનમાં ખૂબ જ નાની વયે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ (Mumbai blood pressure and diabetes) જેવા રોગો પણ થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai) દેશની આર્થિક રાજધાની છે. આની સાથે જ BMC દેશની સૌથી ધનાઢ્ય નગર નિગમ પણ છે. મુંબઈને 24 કલાક ચાલતા શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોવીસ કલાક દોડતું શહેર માનવામાં આવે છે અને આ શહેરમાં મુંબઈકર્સની જીવનશૈલી પણ ખૂબ જ વ્યસ્ત હોય છે. આથી તેમને જીવનમાં ખૂબ જ નાની વયે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ (Mumbai blood pressure and diabetes) જેવા રોગો પણ થઈ જાય છે.
આ બદલાતી જીવનશૈલીને કારણે મુંબઈકરોમાં ઉચ્ચ રક્તચાપ અને મધુમેહનું જોખમ પણ વધી ગયું છે. મુંબઈ બજેટ (BMC Budget 2023) પહેલા નગર નિગમના રિપૉર્ટમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.
ADVERTISEMENT
મુંબઈના 27 ટકા નાગરિકો ડાયાબિટીઝથી પીડાય છે. આથી સરકાર આ વાત પર જોર આપવા જઈ રહી છે કે મુંબઈમાંથી ડાયાબિટીઝનો રોગ કેવી રીતે ઘટાડી શકાય. આ વર્ષે BMCના બજેટમાં મુંબઈકરોની સ્વાસ્થ્ય વ્યવસ્થાને વધારવા પર ધ્યાન આપવામાં આવશે. મુંબઈ નગરપાલિકા દ્વારા ઘરે-ઘરે જઈને માહિતી એકઠી કરવામાં આવશે.
આ માટે એક વિશેષ ટીમની નિયુક્તિ કરવામાં આવશે. આ ટીમ ઘરે-ઘરે જઈને ડાયાબિટીઝના રોગીઓની માહિતી મેળવશે. પ્રદૂષણ મુક્ત મુંબઈ માટે પણ પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો : ડાયાબિટીઝના રોગીઓ માટે સંજીવની સમાન છે આ વસ્તુ, જાણો વાપરવાની યોગ્ય રીત
ઈન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના રિપૉર્ટ પ્રમાણે 2019 સુધી દેશમાં લગભગ 7.7 કરોડ ડાયાબિટીઝના દર્દી હતા. 2030 સુધી આ સંખ્યા 10 કરોડ પહોંચી શકે છે. ભારત 20-79 ની વયમર્યાદામાં ડાયાબિટીઝના દર્દીઓને મામલે વિશ્વમાં બીજા સ્થાને છે.