એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીમાં પાણીના બિલના બાકી નીકળતા ૭૭.૯૮ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
પ્રતીકાત્મક તસવીર
થાણે મહાનગરપાલિકાએ ડિસેમ્બર મહિનામાં પાણીનું બિલ ન ભરનારા ૨૬૦૬ લોકોના નળનું કનેક્શન કાપી નાખ્યું હતું અને ૪૧૧ મોટર પમ્પ જપ્ત કર્યા હતા.આ સિવાય વૉટર ડિપાર્ટમેન્ટે બિલ ન ભરનારા બીજા ૨૩૩૦ કસ્ટમરોને નોટિસ મોકલાવીને તરત જ પૈસા ભરવા કહ્યું છે. તેમણે થાણેના ૭૩ પમ્પ રૂમને પણ સીલ મારી દીધું છે. થાણે મહાનગરપાલિકાએ ધડકના નામે એક અભિયાન ચલાવ્યું હતું જેમાં એપ્રિલથી લઈને ડિસેમ્બર સુધીમાં પાણીના બિલના બાકી નીકળતા ૭૭.૯૮ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.