થાણેમાં પોતાના ઘરેથી મત આપી રહેલાં માજી. ૨૦ નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે થાણેની ૧૮ બેઠકો પર અત્યાર સુધીમાં ૨૦૨ રહેવાસીઓએ ઘરે બેસીને પોતાનો મત આપ્યો હતો.
થાણેમાં પોતાના ઘરેથી મત આપી રહેલાં માજી
ગઈ કાલે થાણેમાં પોતાના ઘરેથી મત આપી રહેલાં માજી. ૨૦ નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે થાણેની ૧૮ બેઠકો પર અત્યાર સુધીમાં ૨૦૨ રહેવાસીઓએ ઘરે બેસીને પોતાનો મત આપ્યો હતો. આ લોકોમાં ૧૬૬ મતદારો ૮૫થી વધુ ઉંમરના છે અને બાકીના ૩૬ વોટર્સ ૪૦ ટકાથી વધારે શારીરિક રીતે અક્ષમ હોવાથી તેમણે પણ ઘરેથી પોતાની મતદાનની ફરજ બજાવી હતી. થાણેની ૧૮ બેઠક પર ૯૩૩ લોકોએ ઘરેથી મત આપવા માટે પોતાનાં નામ નોંધાવ્યાં છે. શુક્રવારથી શરૂ થયેલું ‘વોટ ફ્રૉમ હોમ’ ૧૭ નવેમ્બર સુધી ચાલુ રહેશે.