મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પોલીસે લાખો રૂપિયાના પ્રતિબંધિત તમાકુ સાથે બે દાણચોરોની ધરપકડ કરી છે. એક અધિકારીએ કહ્યું કે પોલીસે મંગળવારે મહારાષ્ટ્રના નવી મુંબઈ શહેરમાં એક ઑટોમાંથી લગભગ 10 લાખ રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત તમાકુ જપ્ત કર્યો છે.
ધરપકડ માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર
Two Arrested with Banned Tobacco: મહારાષ્ટ્રના નવી મુંબઈમાં પોલીસે પ્રતિબંધિત તમાકુ સાથે બે દાણચોરોની ધરપકડ કરી છે. પકડાયેલા તમાકુની કિંમત 10 લાખ રૂપિયાથી વધારે છે. પોલીસને દાણચોરો વિશે એક ગુપ્ત સૂચના મળી હતી જેના પછી મંગળવારે રાતે જાળ પાથરીને પોલીસે એક ઑટોને અટકાવી અને તપાસ દરમિયાન પ્રતિબંધિત તમાકુ જપ્ત કરવામાં આવ્યા. ત્યાર બાદ પોલીસે બન્ને તસ્કરની ધરપકડ કરી લીધી છે.