ગઈ કાલે સાંજે ૧૮ વર્ષની એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો
Crime News
પ્રતીકાત્મક તસવીર
મરીન ડ્રાઇવમાં પોલીસ જિમખાનાની બાજુમાં આવેલી સાવિત્રીબાઈ ફુલે સરકારી હૉસ્ટેલના ચોથા માળે બંધ રૂમમાંથી ગઈ કાલે સાંજે ૧૮ વર્ષની એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતી મૂળ અકોલાની છે. બહુ જ ખટખટાવ્યા છતાં તેણે દરવાજો નહોતો ખોલ્યો ત્યારે હૉસ્ટેલ ઑથોરિટી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવી રૂમનો દરવાજો તોડીને અંદર એન્ટ્રી લીધી ત્યારે યુવતીનો નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર અને ગુપ્તાંગ પર ઈજા થયેલી જણાઈ આવી હતી. હૉસ્ટેલનો વૉચમૅન આ ઘટના પછી ગાયબ થઈ ગયો છે. પોલીસે હાલ મૃતદેહનો કબજો લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે અને શંકાના આધારે વૉચમૅનની શોધ શરૂ કરી છે.