Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુણેના આ 16 વર્ષના છોકરાએ ચંદ્રની લીધી સુંદર અને ક્લિયર તસવીરો

પુણેના આ 16 વર્ષના છોકરાએ ચંદ્રની લીધી સુંદર અને ક્લિયર તસવીરો

Published : 19 May, 2021 07:21 PM | Modified : 19 May, 2021 07:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચંદ્રને જોઇને તસવીર લેવી બધાને સારું લાગે છે. ક્યારેક ક્યારેક ચંદ્રના આવરણને નજીકથી જોવાનું મન થાય છે. પુણેના 16 વર્ષના છોકરાએ ચંદ્રની આટલી સુંદર તસવીરો ક્લિક કરી છે બધાં તેના ફૅન બની જાય. જાણો કોણ છે આ 16 વર્ષનો પ્રથમેશ જેણે ક્લિક કરી આ તસવીરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પુણેના રહેવાસી 16 વર્ષના પ્રથમેશ જાજૂ ચંદ્રની ખૂબ જ સુંદર તસવીરો લઈને ચર્ચાનો વિષય બન્યો છે. પ્રથમેશે ક્લિક કરેલી ચંદ્રની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ચંદ્રની ખૂબ જ સ્પષ્ટ અને રંગીન તસવીરો ક્લિક કરનારા પ્રથમેશે 55 હજારથી વધારે તસવીરો ક્લિક કરી અને 186 ગીગાબાઇટ ડેટાનો ઉપયોગ કર્યો. પ્રથમેશે જણાવ્યું કે તે એસ્ટ્રોફિજિસિસ્ટ બનાવવા માગે છે અને હાલ એસ્ટ્રોફટૉગ્રફી તેની માટે હૉબી છે.


50,000 ક્લિક કર્યા પછી મળી ચંદ્રની સૌથી ક્લિયર ઇમેજ
પ્રથમશે જણાવ્યું કે, "મેં 3મેના રાતે 1 વાગ્યે તસવીર ક્લિક કરી હતી. મેં લગભગ ચાર કલાક સુધી વીડિયો અને ઇમેજિસ ક્લિક કર્યા. તેના પછી તેનું પ્રોસેસિંગ કરવામાં 38-40 કલાક લાગે છે. 50,000 તસવીરો ક્લિક કરવાનું મુખ્ય કારણ મને ચંદ્રની સૌથી ક્લિયર તસવીર ક્લિક કરવી હતી. મેં બધી તસવીરો એક સાથે સ્ટિચ કરી અને ચંદ્રની ઝીણી માહિતી જોવા માટે શાર્પ કરી."



ચંદ્રની તસવીરો માટે 186 જીબી ડેટાનો ઉપયોગ
પ્રથમેશ જણાવે છે કે, "રૉ ડેટા લગભગ 100 એમબીનો હતો અને જ્યારે તમે આને પ્રોસેસ કરો છો તો ડેટાની સાઇઝ વધીને લગભગ 186 જીબી થઈ ગઈ. જ્યારે મેં તેમને એક સાથે સ્ટિચ કર્યું તો ફાઈનલ ડેટા લગભગ 600 એમબી સુધી પહોંચી ગયો."


એસ્ટ્રોફિઝિસિસ્ટ બનવા માગે છે પ્રથમેશ
પ્રથમેશ જાજૂએ જણાવ્યું કે, "મેં કેટલાક આર્ટિકલ વાંચ્યા અને યૂટ્યૂબ પર વીડિયોઝ જોયા. મેં ત્યાં આ તસવીરો કૅપ્ચર કરવા અને પ્રોસેસિંગ વિશે માહિતી એકઠી કરી. હું એસ્ટ્રૉફિઝિસિસ્ટ બનવા માગું છું અને એસ્ટ્રૉનોમી ભણવા માગું છું. હાલ એસ્ટ્રોફટૉગ્રફી મારી માટે ફક્ત એક હૉબી છે."


પ્રથમેશે ખોલ્યો તસવીર સાથે જોડાયેલો ભેદ
પ્રથમેશે કહ્યું કે, "આ ઇમેજ 3ડી ઇફેક્ટ આપવા માટે ક્લિક કરવામાં આવેલી બે જુદી જુદી તસવીરો એચડીઆર કંપોસાઇટ છે. આ થર્ડ ક્વૉટર મિનરલ મૂનનો મારો સૌથી ડિટેલ્ડ અને સ્પષ્ટ શૉટ છે."

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2021 07:24 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK