નવા રોડ બનાવવા માટે અમે ૮૦ લાખ ટન ગાર્બેજનો ઉપયોગ કર્યો છે
નીતિન ગડકરી
મુંબઈ અને નવી મુંબઈને જોડતા દેશના સૌથી લાંબા સમુદ્ર પરના અટલ સેતુને પુણે સાથે જોડતા રિંગ રોડને કનેક્ટ કરતા ૧૪ લેનના રોડથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો ટ્રાફિક અડધોઅડધ ઘટી જશે એમ કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરીએ ગઈ કાલે કહ્યું હતું. નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે ‘ઑટોમોબાઇલ સેક્ટરમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આવનારાં ૨૫ વર્ષમાં બધાં જ વાહનો ઇલેક્ટ્રિસિટી પર દોડતાં થઈ જશે. બીજું, આપણી ટેક્નૉલૉજી એ પ્રમાણમાં સસ્તી હોવી જોઈએ. આપણે રોડ બનાવવા કચરા (ગાર્બેજ)નો ઉપયોગ કરી શકીએ. નવા રોડ બનાવવા માટે અમે ૮૦ લાખ ટન ગાર્બેજનો ઉપયોગ કર્યો છે. આ સેક્ટરમાં રિચર્સને ભરપૂર સ્કોપ છે.’