રાત્રે ત્રણ વાગ્યે ફરી લીકેજ શરૂ થયું હતું અને પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા
કોંકણ રેલવેની ટનલ
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે કોંકણ રેલવેમાં ગોવાના પરનેમમાં આવેલી પેઠણે ટનલની છતમાંથી પાણી લીક થતાં આ લાઇન પર દોડતી ૧૨ ટ્રેન ગઈ કાલે રદ કરવાની સાથે બે ડઝન ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ મંગળવારે બપોરના ૨.૩૦ વાગ્યે પાણીનું લીકેજ શરૂ થયું હતું. સાંજ સુધીમાં ટ્રૅક ક્લિયર કરી દેવામાં આવ્યો હતો. જોકે રાત્રે ત્રણ વાગ્યે ફરી લીકેજ શરૂ થયું હતું અને પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા એટલે મુંબઈ-ગોવા વંદે ભારત એક્સપ્રેસ, મુંબઈ-ગોવા જનશતાબ્દી એક્સપ્રેસ, માંડવી એક્સપ્રેસ, મુંબઈ-મૅન્ગલોર એક્સપ્રેસ, સાવંતવાડી પૅસેન્જર, તેજસ એક્સપ્રેસ, દિવા એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી હતી તો મંગલા એક્સપ્રેસ સહિત બે ડઝન ટ્રેન પનવેલ-લોનાવલા-પુણે-મિરજ-લોંડા-મડગાંવ ડાઇવર્ટ કરવામાં આવી હતી.