Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરના લાપતા સ્ટ્રીટ ડૉગને શોધી આપનારને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

દહિસરના લાપતા સ્ટ્રીટ ડૉગને શોધી આપનારને ૧૦,૦૦૦ રૂપિયાનું ઇનામ

Published : 20 October, 2024 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનિમલ ડૉક્ટરોની પણ આના માટે હેલ્પ લીધી છે.

મિસિંગ ડૉગ

મિસિંગ ડૉગ


દહિસર-વેસ્ટના કાંદરપાડામાંથી ગણેશોત્સવ દરમ્યાન ફટાકડાના અવાજથી ગભરાઈને ભાગી ગયેલા સ્ટ્રીટ-ડૉગને શોધી આપનારને ૧૦,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ઇનામ જાહેર કરનાર સંદીપ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ફરતો શેરુ ઉર્ફે કાલા જે આઠ વર્ષનો છે એનાથી મને અને મારા પરિવાર ઉપરાંત સોસાયટીમાં રહેતા બીજા લોકોને જબરદસ્ત લગાવ હોવાને કારણે મેં એને શોધી આપનારને ઇનામ આપવાનું નક્કી કર્યું છે. એને શોધવા માટે મેં અત્યાર સુધીમાં ૮૦૦૦ જેવાં પૅમ્ફ્લેટ્સ દહિસર, કાંદિવલી, બોરીવલી જેવા વિસ્તારોમાં નાખ્યા છે એટલું જ નહીં, મે ઍનિમલ ડૉક્ટરોની પણ આના માટે હેલ્પ લીધી છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2024 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK