અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં આજનાં લગ્ન માટે સુપર લક્ઝરી પ્લાન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ફાઇલ તસવીર
ભારતના ટોચના ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટનાં આજે મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ખાતેના જિયો વર્લ્ડ સેન્ટરમાં આયોજિત કરવામાં આવેલાં લગ્ન માટે મહેમાનો માટે સુપર લક્ઝરી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. મહેમાનોને આવવા અને જવા માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ અને ૧૦૦ જેટ પ્લેન ભાડા પર લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. ચાર્ટર કંપની ક્લબ વન ઍરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) રાજન મહેરાના જણાવ્યા મુજબ અંબાણી પરિવારે અનંત અંબાણીનાં લગ્ન માટે ત્રણ ફાલ્કન ૨૦૦૦ જેટ વિમાન ભાડા પર લીધાં છે. લગ્નમાં સામેલ થવા માટે મહેમાનો દેશભરમાંથી આવી રહ્યા છે એટલે આ વિમાનો અનેક જગ્યાએ ટ્રાવેલ કરશે. આ સિવાય VVIP મહેમાનો માટે ૧૦૦થી વધુ પ્રાઇવેટ જેટ પ્લેનનો ઉપયોગ પણ અંબાણી પરિવાર કરશે.