બન્ને તરફની સ્લો અને ફાસ્ટ લાઇનની સાથે બહારગામના ટ્રેનવ્યવહારને અસર થશે
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેમાં ગોરેગામથી કાંદિવલી વચ્ચે છઠ્ઠી રેલવેલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે રાતના ૧૦ વાગ્યાથી આવતી કાલે સવારના ૮ વાગ્યા દરમ્યાન ગોરેગામ અને કાંદિવલી વચ્ચે બ્લૉક જાહેર કરવામાં આવ્યો છે. આ બ્લૉક દરમ્યાન બોરીવલી તરફની ફાસ્ટ લોકલ ટ્રેનોને પણ કેટલીક અસર થવાની શક્યતા વેસ્ટર્ન રેલવેએ વ્યક્ત કરી છે. આ સમયે બહારગામની ટ્રેનો પણ ૧૦થી ૨૦ મિનિટ દોડી શકે છે. આ બ્લૉકને લીધે રવિવારે કેટલીક લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અથવા ટૂંકાવવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગયા શનિવારની રાતથી રવિવારની સવાર સુધી બ્લૉક લેવામાં આવ્યો હતો ત્યાર બાદ ચર્ચગેટથી બોરીવલી તરફની સ્લો લોકલ ટ્રેનોને મલાડમાં બનાવવામાં આવેલા નવા પ્લૅટફૉર્મ પર ઊભી રાખવામાં આવી રહી છે. આવી જ રીતે આવતી કાલે બ્લૉક પૂરો થઈ ગયા બાદ બોરીવલીથી ચર્ચગેટ તરફની સ્લો લોકલ મલાડમાં નવા પ્લૅટફૉર્મ પર ઊભી રહેશે.