મહારાષ્ટ્ર કુપોષણમુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાના દાવાની વચ્ચે એકદમ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં રાજ્યનાં ૧,૮૨,૪૪૩ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જોકે એમાં પણ સૌથી ચોંકાવનારો આંકડો મુંબઈ સબર્બ્સનો છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર કુપોષણમુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું હોવાના દાવાની વચ્ચે એકદમ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં રાજ્યનાં ૧,૮૨,૪૪૩ બાળકો કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જોકે એમાં પણ સૌથી ચોંકાવનારો આંકડો મુંબઈ સબર્બ્સનો છે. આખા રાજ્યમાં સૌથી વધારે ૧૬,૩૪૪ બાળકો મુંબઈનાં પરાંમાં છે. જે ૧,૮૨,૪૪૩ બાળકો કુપોષિત છે એમાં ૩૦,૮૦૦ બાળકો તીવ્ર અને ૧,૫૧,૬૪૩ બાળકો મધ્યમ કુપોષિત છે.
રાજ્યમાં છેલ્લાં અનેક વર્ષોથી કુપોષણ અને બાળમૃત્યુની સમસ્યા છે અને એને દૂર કરવા માટે પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે, પણ આ આંકડા જોઈને સરકાર તરફથી જે પણ પહેલ કરવામાં આવી છે એ અપૂરતી હોય એવું લાગી રહ્યું છે.

