ઇલેક્શન કમિશને આદેશ આપતાં હટાવવામાં આવેલાં મહારાષ્ટ્રનાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) રશ્મિ શુક્લાના સ્થાને હવે સંજય વર્માની નિયુક્તિ કરવામાં આવી છે.
સંજય વર્મા
ઇલેક્શન કમિશને આદેશ આપતાં હટાવવામાં આવેલાં મહારાષ્ટ્રનાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) રશ્મિ શુક્લાના સ્થાને હવે સંજય વર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)ના ૧૯૯૦ના બૅચના સંજય વર્મા હાલ ડિરેક્ટર જનરલ – લીગલ ઍન્ડ ટેક્નિકલના પદ પર હતા. એ પહેલાં સંજય વર્માએ ૨૦૧૫માં કમ્યુનિસ્ટ નેતા ગોવિંદ પાનસરે હત્યાકેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને લીડ કરી હતી.
રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ઉપલક્ષમાં કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી હતી કે રશ્મિ શુક્લા પર ફોનટૅપિંગનો આરોપ હતો એટલે તેમની બદલી કરવામાં આવે. ઇલેક્શન કમિશને એ માન્ય રાખી હતી. એ પછી સોમવારે રશ્મિ શુક્લાની બદલી કરીને મુંબઈના પોલીસ-કમિશનર વિવેક ફણસળકરને મહારાષ્ટ્રના DGPનો ઍડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો હતો. એની સાથે જ ઇલેક્શન કમિશને રાજ્યના મુખ્ય સચિવને કહ્યું હતું કે જે ત્રણ સિનિયરમોસ્ટ IPS અધિકારીઓ હોય તેમનાં નામ આપવામાં આવે, જેમાંથી તેઓ DGPની વરણી કરશે. ઇલેક્શન કમિશને ગઈ કાલે સંજય વર્માની નિયુક્તિ DGP તરીકે કરી હતી.