૨જી જુલાઈએ ખાલિસ્તાન કટ્ટરપંથીઓના જૂથે સૅન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં, ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગ્રાસેટિએ જણાવ્યું હતું કે અમેરિકાનું વહીવટીતંત્ર આવી ઘટનાઓને નિયંત્રિત કરવા માટે તૈયારી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે "કાયદા હેઠળ દરેક શક્ય પગલાં લેવામાં આવશે". તેમણે આગળ ઉમેર્યું "આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તેને ગંભીરતાથી જોઈ રહી છે અને ભારત સરકાર સાથે પણ કામ કરી રહી છે". તેમણે દાવો કર્યો હતો કે, આવા ઉલ્લંઘનને અટકાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં.