દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન પાર્ક જિન એપ્રિલ 07ના રોજ દિલ્હી પહોંચ્યા હતા. દક્ષિણ કોરિયાના વિદેશ પ્રધાન બે દિવસની ભારતની મુલાકાતે છે. 08 એપ્રિલના રોજ ANI સાથેની એક મુલાકાતમાં પાર્ક જિનએ જણાવ્યું હતું કે "દક્ષિણ કોરિયા ભારત સાથે તેની હાલની સફળ ભાગીદારીને અપગ્રેડ કરવા અને ઉત્પાદન ક્ષેત્રે વેપાર, રોકાણ અને સપ્લાય ચેઇન સ્ટેબિલાઇઝેશન અને મહત્ત્વપૂર્ણ ખનિજો પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે."