વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીના પ્રારંભ પ્રસંગે રૂ. 6,640 કરોડના વિકાસ પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. બિહારના સીએમ નીતીશ કુમારે કહ્યું કે તેમણે પહેલા પણ ભૂલ કરી છે, પરંતુ તેઓ હંમેશા ભાજપની સાથે ઉભા રહેશે અને ક્યાંય જશે નહીં. તેમણે કહ્યું, “વડા પ્રધાન દેશ માટે બધું કરી રહ્યા છે અને બિહારને પણ મદદ કરી રહ્યા છે. આજે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જમુઈમાં જનજાતિ ગૌરવ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે... ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના હીરો હતા જેમણે આદિવાસી સમાજના લોકો માટે લડત ચલાવી હતી... ભગવાન બિરસા મુંડાનું દેશની આઝાદી અને આદિવાસી સમાજના ઉત્થાનમાં મોટું યોગદાન હતું.