વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ઈજિપ્તની 2 દિવસની મુલાકાતે છે. 25 જૂને PMએ કૈરોની ઐતિહાસિક અલ-હકીમ મસ્જિદની મુલાકાત લીધી હતી. કૈરોની ઐતિહાસિક મસ્જિદનું નામ અલ-હકીમ બિ-અમ્ર અલ્લાહના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારતના દાઉદી બોહરા સમુદાયની મદદથી મસ્જિદને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. મોદીની ઇજિપ્તની મુલાકાત 26 વર્ષમાં કોઇ ભારતીય વડાપ્રધાન દ્વારા ઇજિપ્તની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. પીએમ મોદી રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીના આમંત્રણ પર ઇજિપ્તમાં છે. બાદમાં, પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મળવાના છે.