વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 જુલાઈના રોજ એક દિવસની મુલાકાત માટે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી સંયુક્ત આરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવાના છે. બંને નેતાઓ ઉર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક મંત્રણા કરશે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 જુલાઈના રોજ ઐતિહાસિક 2-દિવસીય ફ્રાન્સ પ્રવાસનું સમાપન કર્યું હતું. PM મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર ગેસ્ટ ઑફ ઓનર તરીકે બેસ્ટિલ ડે પરેડમાં હાજરી આપી હતી. PM મોદીએ ભારત અને ફ્રાન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમની મુલાકાત દરમિયાન શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી.