31 ઓક્ટોબરે યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સત્તાવાર રીતે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષમાં પ્રવેશ કર્યો હતો. હુથીએ ચાલુ યુદ્ધમાં પ્રવેશ કર્યો અને લાલ સમુદ્રમાં ઇઝરાયેલના દક્ષિણ શહેર પર ડ્રોન, મિસાઇલો છોડ્યા હતા. ઇઝરાયલની સેનાએ લાલ સમુદ્રની આસપાસ અલગ-અલગ ઘટનાઓમાં ઘણા હવાઈ લક્ષ્યોને તોડી પાડ્યા પછી હુથીઓએ જવાબદારી લીધી હતી.