ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ 46માં દિવસે પ્રવેશ્યો છે. આઇડીએફ ડ્રોને લેબનોનમાં 4 હમાસ આતંકવાદીઓને મારી નાખ્યા. ઉત્તર ઇઝરાયેલમાં લેબનોનથી મિસાઇલ હુમલાના જવાબમાં IDFએ 21 નવેમ્બરે લેબનોન સ્થિત હિઝબુલ્લાહ પર હુમલો કર્યાના થોડા સમય બાદ જ આ બન્યું હતું. ઇઝરાયેલે દાવો કર્યો હતો કે IDF દ્વારા આર્ટિલરી અને ટેન્કના તોપમારો સાથે જવાબી કાર્યવાહી કરવામાં આવે તે પહેલા લેબનોનથી કિરયાત શમોના ખાતે અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા.