YouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ
તસવીર સૌજન્ય જાગરણ
યૂટ્યૂબે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધી છે અને આશા છે કે આ આગળ પણ સસ્પેન્ડેડ રાખવામાં આવી શકે છે. કંપનીએ મંગળવારે સાંજે કહ્યું કે ટ્રમ્પની ચેનલ દ્વારા મંચની નીતિઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
ટ્રમ્પની ચેનલ પર તાજેતરમાં જ એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને કારણે હિંસા ભડકી હતી. YouTubeએ સીએનએનને જણાવ્યું અને કહ્યું કે હવે તે વીડિયો હટાવી દેવામાં આવ્યો છે. જો કે, YouTubeએ ટ્રમ્પ પર લેવામાં આવેલા નિર્ણયને લઈને વધુ માહિતી નથી આપી અને કહેવામાં આવ્યું છે કે અઠવાડિયું પૂરું થયા પછી, આગળના નિર્ણય પર ફરી વિચાર કરવામાં આવશે.
ADVERTISEMENT
જણાવવાનું કે YouTube એકમાત્ર એવો પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ બચ્યું હતું, જેના પરથી ટ્રમ્પને સસ્પેન્ડ કરવામાં આવ્યું નહોતું. આ પહેલા ફેસબુકે ટ્રમ્પના અકાઉન્ટને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધું હતું, જ્યારે ટ્વિટરે ટ્રમ્પ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂક્યો છે.
એક YouTube પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું, સાવચેતીથી સમીક્ષા પછી અને હિંસા માટે ચાલતી શક્યતાઓ વિશે ચિંતાઓને ધ્યાનમાં રાખીને અમે ડોનાલ્ડ જ ટ્રમ્પ ચેનલ પર અપલોડ કરવામાં આવેલી નવી સામગ્રી ખસેડી દીધી અને હિંસા ભડકાવવા માટે અમારી નીતિઓનું ઉલ્લંઘંન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિણામે, અમે, ચેનલ પર આવેલા નવા વીડિયો કે લાઇવ સ્ટ્રીમને ઓછામાં ઓછાં સાત દિવસ સુધી અપલોડ કરવાથી અટકાવ્યા છે, જેને લંબાવી પણ શકાય છે.
વીડિયો-શૅરિંગ પ્લેટફૉર્મે કહ્યું કે તે ટ્રમ્પની ચેનલ પર વીડિયોની નીચે ટિપ્પણીઓને અક્ષમ કરવા સિવાયના પગલા લેશે.

