અમેરિકાની બહારના યુટ્યુબ કન્ટેન્ટ ક્રીએટર્સે 24 ટકા ટૅક્સ ચૂકવવો પડશે?
યુટ્યુબ
અમેરિકાની બહારના યુટ્યુબ કન્ટેન્ટ ક્રીએટર્સે આગામી જૂન મહિનાથી ૨૪ ટકા વેરો ભરવો પડે એવી શક્યતા છે. ગઈ કાલે ગૂગલ તરફથી કરવામાં આવેલી જાહેરાત અનુસાર અમેરિકાની સરકારનો એ ૨૪ ટકા વેરો ટૅક્સ ડિડક્શન એટ સૉર્સ એટલે કે માસિક પેમેન્ટ વેળા રકમ કાપી લેવાની જોગવાઈ સંદર્ભમાં છે. ગૂગલની જાહેરાત અનુસાર કમાણીના ઇરાદે કન્ટેન્ટ ક્રીએટ કરીને યુટ્યુબ પર અપલોડ કરનારા વિશ્વના કોઈ પણ દેશના નાગરિક કે કંપનીએ ટૅક્સ ઇન્ફર્મેશન આપવાની રહેશે. જો વર્ષ ૨૦૨૧ની ૩૧ મે સુધીમાં ટૅક્સ ઇન્ફર્મેશન આપવામાં નહીં આવે તો ગૂગલ કંપની ચૂકવવામાં આવતી કુલ રકમના ૨૪ ટકા કાપી લે એવી શક્યતા છે.

