જો ૬૦ દિવસની અંદર આમાંથી કોઈ પણ એક પ્રક્રિયા કરવામાં આવે તો તેમનો ગ્રેસ પિરિયડ વધુ ૬૦ દિવસ માટે વધી શકે છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના ટેક સેક્ટરમાં કરવામાં આવેલી સામૂહિક છટણી વચ્ચે ઇમિગ્રેશન સેવાઓ માટેની ફેડરલ એજન્સીએ કહ્યું હતું કે જેની સૌથી વધુ માગ છે એવા એચ-૧બી વિઝા ધરાવતા કામદારોએ ૬૦ દિવસ એટલે કે બે મહિનામાં દેશ છોડવો પડશે એમ માનવું ભૂલભરેલું છે. તેમની પાસે દેશમાં રહેવાના અનેક વિકલ્પો ખુલ્લા છે.
તાજેતરમાં યુએસસીઆઇએસને લખેલા પત્રમાં ટેક્નૉલૉજી સેક્ટરમાં કરવામાં આવેલી છટણીની અસરો વિશે જણાવી આ કર્મચારીઓની અમેરિકામાં રહેવાની મુદતમાં વધુ ૬૦ દિવસનો ગ્રેસ પિરિયડ વધારી આપવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
યુએસસીઆઇએસએ જણાવ્યું હતું કે જ્યારે નૉન-ઇમિગ્રન્ટ વર્કરને સ્વૈચ્છિક કે અનૈચ્છિક રીતે છૂટા કરવામાં આવે છે તો પોતાના રોકાણનો સમય વધારવા માટે તેઓ ચાર પગલાં લઈ શકે છે. એક તો નૉન-ઇમિગ્રન્ટના સ્ટેટસમાં ફેરફાર કરવા અરજી કરવી, બીજું સ્ટેટસના ઍડ્જસ્ટમેન્ટ માટે અરજી દાખલ કરવી, ત્રીજું અનિવાર્ય સંજોગોમાં રોજગાર અધિકૃતતા દસ્તાવેજ માટેની અરજી દાખલ કરી શકે છે કે પછી ચોથું નોકરી દાતા બદલવા માટે નૉન-ફ્રિવલસ (બિન-વ્યર્થ) અરજી પણ કરી શકે છે. જો ૬૦ દિવસની અંદર આમાંથી કોઈ પણ એક પ્રક્રિયા કરવામાં આવે તો તેમનો ગ્રેસ પિરિયડ વધુ ૬૦ દિવસ માટે વધી શકે છે.