Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > આ છે વિશ્વની સૌથી મોટી હમર

આ છે વિશ્વની સૌથી મોટી હમર

Published : 19 March, 2022 10:30 AM | IST | Abu Dhabi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિશાળ હમર શેખ હમાદ બિન હમદાન અલ નાહયાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું

હમર એચ1

Offbeat

હમર એચ1


હમવી મિલિટરી ટ્રક એમ૯૯૮નું સિવિલિયન વર્ઝન હમર એચ1 સામે રોડ પર જોવા મળતી સામાન્ય કાર તેમ જ મોટા ભાગની એસયુવી વામણી સાબિત થાય છે. જોકે કોઈને H1 હમર કરતાં મોટા કદનું હમર જોઈતું હોય તો એના આઇકૉનિક ઑ રોડરનું સ્કેલ-અપ વર્ઝન હમરH1X3 યોગ્ય લેખાશે જે ૬.૬ મીટર ઊંચું અને ૧૪ મીટર લાંબું તથા ૬ મીટર પહોળું છે. રાક્ષસી કદના આ હમરને જોઈને યુએઈના રસ્તા પરનાં વાહનો રોકાઈ ગયાં હતાં તથા વાહનચાલકો એને વિસ્મયપૂર્વક જોતા રહી ગયા હતા.


આ વિશાળ હમર શેખ હમાદ બિન હમદાન અલ નાહયાન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. રેનબો શેખના નામે ઓળખાતા યુએઈના આ અરબપતિ પાસે વિશાળ વાહનોનો મોટો સંગ્રહ છે.
આ સુપરસાઇઝ્ડ હમર રેઇનબો શેખની માલિકીના શારજાહ સ્થિત હિસ્ટરી મ્યુઝિયમમાં લઈ જવા માટે રસ્તા પર ઉતારવામાં આવ્યું હતું. આ મહાકાય H1 X3  ફોર-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ ધરાવે છે. એના પ્રત્યેક વ્હીલ પાવર મેળવવા માટે વ્યક્તિગત ચાર ડીઝલ એન્જિન ધરાવે છે. અંદરથી એ લાકડાનું ફ્લોરિંગ ધરાવતા ઘર જેવું જણાય છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2022 10:30 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK