બ્રિટનના ભૂતપૂર્વ જાસૂસે કહ્યું હતું કે પુતિન ગંભીર રીતે બીમાર છે
વ્લાદિમીર પુતિન (તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી)
મૉસ્કો : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ સપ્તાહે પોતાના મૉસ્કોમાં આવેલા ઘરમાં જ પડી ગયા હતા, જેને કારણે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. શૌચક્રિયા પર તેમનો કોઈ કાબૂ રહ્યો નથી. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૭૦ વર્ષના પુતિન પગથિયાં પરથી નીચે ઊતરતી વખતે પાંચ પગથિયાં ચૂકી ગયા હતા. ત્યાર બાદ તેમને આ તકલીફ શરૂ થઈ ગઈ છે. ગયા મહિને ક્યુબાના રાષ્ટ્રપતિને મળવા ગયા હતા ત્યારે તેમનો હાથ અચાનક ધ્રૂજવા લાગ્યો હતો તેમ જ કાળો પણ પડી ગયો હતો.
પુતિનના સ્વાસ્થયને લઈને અનેક અટકળો ચાલી રહી છે. બ્રિટનના ભૂતપૂર્વ જાસૂસે કહ્યું હતું કે પુતિન ગંભીર રીતે બીમાર છે. તેમને બ્લડ-કૅન્સર થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.