રશિયાએ કહ્યું કે યૂક્રેને પુતિનની હત્યાના ઉદ્દેશથી ક્રેમલિન પર ડ્રોન હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યૂક્રેનનો આ પ્રયત્ન સફળ રહ્યો નહીં. હુમલામાં બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વ્લાદિમીર પુતિન (ફાઈલ તસવીર)
રશિયાએ યૂક્રેન પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયત્નનો આરોપ મૂક્યો છે. સમાચાર એજન્સી રૉયટર્સે રશિયન સમાચાર એજન્સીઓના હવાલે આ માહિતી આપી છે. આરોપ છે કે યૂક્રેને પુતિનની હત્યાના ઉદ્દેશથી રશિયન રાજધાની મોસ્કોમાં કેટલાક ઘાતક ડ્રોન મોકલ્યા હતા. જો કે. ડ્રોન્સને વચ્ચે જ તોડી પાડવામાં આવ્યા. રશિયાએ કહ્યું કે યૂક્રેને પુતિનની હત્યાના ઉદ્દેશથી ક્રેમલિન પર ડ્રોન હુમલા કરવાનો પ્રયત્ન કર્યો હતો. યૂક્રેનનો આ પ્રયત્ન સફળ રહ્યો નહીં. હુમલામાં બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રશિયાએ કહ્યું કે તે આ હુમલાને એક `સુનિયોજિત આતંકવાદી કાર્યવાહી` માને છે.
રશિયાને ટાંકીને સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે રશિયન સુરક્ષા દળોએ બંને યુક્રેનિયન ડ્રોનને નિષ્ક્રિય કરી દીધા છે. રશિયાએ કહ્યું કે વ્લાદિમીર પુતિનને કંઈ થયું નથી, ન તો ઈમારતોને કોઈ ભૌતિક નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ક્રેમલિનની ઉપર ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
આરોપો પર શું કહ્યું યૂક્રેને?
રશિયાના દાવા પર યુક્રેનની પ્રતિક્રિયા પણ સામે આવી છે. યુક્રેનનું કહેવું છે કે રશિયા તેના પર હુમલો કરવા અને તેને ઉગ્ર બનાવવાના ઈરાદાથી આવા આરોપો લગાવી રહ્યું છે. યુક્રેને કહ્યું, "રશિયા મોટા પાયે આતંકવાદી હુમલાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેન વિશિષ્ટ રીતે રક્ષણાત્મક યુદ્ધમાં વ્યસ્ત છે અને રશિયન ફેડરેશનના પ્રદેશોને નિશાન બનાવતું નથી."
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રશિયાના નિવેદનના થોડા સમય પહેલા, મોસ્કો શહેર સત્તાવાળાઓએ રાજધાનીમાં ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો. રશિયાએ એમ પણ કહ્યું કે આ ઘટના ઘટી હોવા છતાં, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મોસ્કોમાં 9 મેની વિજય દિવસની પરેડ યોજના મુજબ આગળ વધશે.
પુતિન પર થયા અનેક હત્યાઓના પ્રયત્ન?
દાવાઓ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના અનેક પ્રયત્નોથી તે બચી ગયા છે. બુધવારે કરવામાં આવેલા એક કહેવાતા હુમલા સિવાય, અત્યાર સુધી રશિયાના રાષ્ટ્રપતિ પર પાંચવાર હત્યાના પ્રયત્ન કરવામાં આ્યા છે. દ સનના રિપૉર્ટ પ્રમાણે, ગયા વર્ષે મેમાં યૂક્રેના ચીફ ઑફ ડિફેન્સ ઈન્ટેલિજેન્સ કિરિલો બુડાનોવે ખુલાસો કર્યો હતો કે રશિયા-યૂક્રેન યુદ્ધની શરૂઆતમાં વ્લાદિમીર પુતિનના જીવન પર એક `અસફલ પ્રયત્ન` થયો હતો. 2012 માં, રશિયન વિશેષ દળોએ ચેચન બળવાખોર - આદમ ઓસ્માયેવને પકડ્યો. તેણે વ્લાદિમીર પુતિનની હત્યાની યોજના ઘડવાની કબૂલાત કરી હતી. તેણીએ કહ્યું, "અમારો ધ્યેય મોસ્કો જઈને પુતિનને મારવાનો પ્રયાસ કરવાનો હતો... અમારી સમયમર્યાદા રશિયન રાષ્ટ્રપતિની ચૂંટણી પછી હતી."
આ પણ વાંચો : સની દેઓલના દીકરા Karan Deolએ કરી સગાઈ, જાણો ક્યારે કરશે લગ્ન?
2002 માં, વ્લાદિમીર પુતિનની અઝરબૈજાનની મુલાકાત દરમિયાન, રશિયન નેતાની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં એક ઇરાકી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ અફઘાનિસ્તાન અને ચેચન બળવાખોર દળો સાથે સંબંધ ધરાવતો હોવાનું કહેવાય છે અને તે સહ-ષડયંત્રકારને વિસ્ફોટકો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વ્યક્તિ અને તેના કથિત સાથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.