સૌથી ખાસ વાત એ છે કે આ આર્ટવર્ક બનાવવા માટે પાંપણનો પેઇન્ટ બ્રશ તરીકે ઉપયોગ કર્યો છે.
Offbeat
લિટલ કિંગ્સ
વિલાર્ડ વિગન નામના એક પ્રસિદ્ધ સૂક્ષ્મ મૂર્તિકારે સોયની આંખમાં હાથ વડે થ્રી લિટલ કિંગ્સ તૈયાર કર્યા. તેમ જ આ ટુકડાને પૂર્ણ કરવા માટે તેણે નાયલૉન અને ૨૪ કૅરૅટ સોનાના ટુકડાનો પણ ઉપયોગ કર્યો છે. સૌથી ખાસ વાત એ છે કે આ આર્ટવર્ક બનાવવા માટે પાંપણનો પેઇન્ટ બ્રશ તરીકે ઉપયોગ કર્યો છે. ક્રિસમસના સમયે આ આર્ટ બનાવવા માટે તેણે ઘણા કલાકો કામ કર્યું. વિલાર્ડ વિગનની વેબસાઇટમાં જણાવ્યા મુજબ તેણે તમામ લોકો માટે આર્ટવર્ક તૈયાર કર્યું છે, લોકોના દિલમાં આશા તેમ જ શાંતિ સ્થાપિત થાય એ મુખ્ય હેતુ છે. તેણે થ્રી લિટલ કિંગ્સનો આ ફોટો સોશ્યલ મીડિયા ફેસબુક પર પણ શૅર કર્યો છે. લોકોએ પણ આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું કે અદ્ભુત વર્ક સર, મેરી ક્રિસમસ. ખૂબ જ સુંદર.