૨૦૦૮ના ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ બાદ પડી ભાંગેલી આ સૌથી મોટી બૅન્ક છે.
તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી
વૉશિંગ્ટન (રૉયટર્સ) : અમેરિકાના નાણાપ્રધાન જૅનેટ યેલેને ગઈ કાલે કહ્યું હતું કે સિલિકૉન વૅલી બૅન્ક પડી ભાંગી છે ત્યારે ડિપૉઝિટર્સને પ્રોટેક્ટ કરવા માટે બૅન્કિંગ રેગ્યુલેટર્સ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. જોકે બેઇલઆઉટ માટે વિચાર કરવામાં આવી રહ્યો નથી. યેલેને કહ્યું હતું કે આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે યોગ્ય નીતિઓ નક્કી કરવા માટે તેઓ રેગ્યુલેટર્સની સાથે મળીને કામ કરી રહ્યા છે. ૨૦૦૮ના ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ બાદ પડી ભાંગેલી આ સૌથી મોટી બૅન્ક છે. દરમ્યાન, કેન્દ્રીય રાજ્ય કક્ષાના આઇટી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે જણાવ્યું હતું કે સિલિકૉન વૅલી બૅન્ક પડી ભાંગવાની અસરોની સમીક્ષા કરવા માટે તેઓ આ અઠવાડિયામાં ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સને મળશે.