ઇલેક્ટ્રૉનિક વસ્તુઓને ટૅરિફથી છૂટનો નિર્ણય કાયમ માટે નથી. આ તમામ સામાનો પર ટૂંક સમયમાં જ સેમિકન્ડક્ટર ટૅરિફ લગાડવામાં આવશે
અમેરિકન વાણિજ્ય પ્રધાન હૉવર્ડ લુટનિક
ડોનલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્રએ હાલમાં જ કેટલાક ઇલેક્ટ્રૉનિક સામાનો પરથી ટૅરિફ હટાવવાના નિર્ણય બાદ હવે અમેરિકન વાણિજ્ય પ્રધાન હૉવર્ડ લુટનિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ઇલેક્ટ્રૉનિક વસ્તુઓને ટૅરિફથી છૂટનો નિર્ણય કાયમ માટે નથી. આ તમામ સામાનો પર ટૂંક સમયમાં જ સેમિકન્ડક્ટર ટૅરિફ લગાડવામાં આવશે. એક-બે મહિનામાં જ આ નિયમ લાગુ થશે. એ તમામ સામાન સેમિકન્ડક્ટર્સ હેઠળ જ આવશે. આ તમામ પર એક ખાસ પ્રકારની ટૅરિફ લગાડવામાં આવશે અને અમે એ નક્કી કરીશું કે આ ઉત્પાદનોને ફરીથી સ્થાપિત કરવામાં આવે. અમને સેમિકન્ડક્ટર, ચિપ અને ફ્લૅટ પૅનલ્સની જરૂરિયાત છે. અમારે આ બધી પ્રોડક્ટ્સ અમેરિકામાં જ બનાવવી પડશે, કારણ કે અમે આ બધી વસ્તુઓ માટે સાઉથ એશિયા પર નિર્ભર ન રહી શકીએ. અમે આ ઇલેક્ટ્રૉનિક્સ સામાનને અમેરિકામાં જ બનાવીશું.’

