રવિવારે જો બાઇડનના આદેશ બાદ એફ-16 વિમાને ૨૦,૦૦૦ ફુટની ઊંચાઈએ જોવા મળેલા પદાર્થને તોડી પાડ્યો, એક સપ્તાહમાં નોંધાઈ આવી ચોથી ઘટના
અમેરિકાના એફ-16 યુદ્ધ વિમાનની ફાઇલ તસવીર
વૉશિંગ્ટન (પી.ટી.આઇ) : અમેરિકાએ એની હવાઈ સીમામાં દેખાયેલા એક અજાણ્યા અવકાશી પદાર્થને ઉડાવી દીધો હતો. એક દિવસમાં પહેલાં જ એણે કૅનેડાના આકાશમાં એક નળાકાર પદાર્થને પણ ઉડાવ્યો હતો. રવિવારે પેન્ટાગૉનના પ્રેસ સેક્રેટરીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે એફ-૧૬ ફાઇટર જેટ વિમાને રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશ બાદ મિશિગન સ્ટેટમાં હ્યુરોન તળાવની ઉપર આકાશમાં ૨૦,૦૦૦ ફુટની ઊંચાઈએ જોવા મળેલા પદાર્થ પર એઆઇએમ૯ એક્સ મિસાઇલ દ્વારા હુમલો કર્યો હતો. આ પદાર્થ નળાકાર જેવો હતો, એની ઉપર એક તાર લટકતો હતો.
ગયા શનિવારે સાઉથ કૅરોલિનામાં દરિયાકાંઠે ઍટ્લાન્ટિક મહાસાગરમાં ચાઇનીઝ સર્વેલન્સ બલૂનને તોડી પાડ્યા બાદ ત્રીજી વખત કોઈ અજાણ્યા અવકાશી પદાર્થને તોડી પાડવામાં આવ્યો હતો. અગાઉ શુક્રવારે અલાસ્કામાં તો શનિવારે કૅનેડિયન ઍરસ્પેસમા પદાર્થને તોડી પાડવામાં આવ્યો હતો. અગાઉ ચીનના બલૂનને તોડી પાડવામાં આવ્યું હતું બાકીના ત્રણ પદાર્થ ક્યાંના હતા એ વિશે અમેરિકા અને કૅનેડાના સત્તાવાળાઓએ કોઈ ફોડ પાડ્યો નથી. બાઇડને સંરક્ષણ સચિવની ભલામણને આધારે રવિવારે દેખાયેલા અવકાશી પદાર્થને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો, કારણ કે એની પાથ અને ઊંચાઈએ ચિંતાઓ ઊભી કરી હતી જે નાગરિક ઉડ્ડયન માટે પણ ખતરો બની હતી. આ પદાર્થને તોડી પાડવા માટે પસંદ કરાયેલું સ્થળ એવું હતું જેનાથી લોકો પર એની ખરાબ અસરને ટાળી શકાય. વળી કાટમાળ મેળવવામાં પણ સરળતા રહે. આ કાર્યવાહીમાં કોઈ નાગરિકને ઈજા થઈ હોય એવા અહેવાલ નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકાએ ફરી ‘યુએફઓ’ તોડી તો પાડ્યો, પણ આ વખતે સુપરપાવર સુપર કન્ફ્યુઝ્ડ?
5
અમેરિકાએ રવિવારે અજ્ઞાત અવકાશી પદાર્થને તોડી પાડવા માટે જે મિસાઇલ છોડ્યું હતું એ એક મિસાઇલની કિંમત આટલા કરોડ રૂપિયા હતી.
અમેરિકાનાં બલૂન્સ કરે છે ઘૂસણખોરી, ચીનનો આરોપ
અમેરિકાએ ચીનના બલૂનને ઉડાવી દેતાં બન્ને દેશો વચ્ચે તંગદિલી સર્જાઈ છે. અમેરિકાએ ચીનનું બલૂન જાસૂસી માટે આવ્યું હોવાનું કહીને એને નષ્ટ કર્યું હતું. દરમ્યાન ચીને કહ્યું હતું કે અમેરિકાનાં ૧૦ કરતાં વધુ બલૂન ગયા વર્ષે એમની મંજૂરી વગર ચીનના આકાશમાં ઊડ્યાં હતાં. ચીનના વિદેશપ્રધાનના પ્રવક્તા વાંગ વેનબિને અમેરિકાના બલૂન વિશે કોઈ માહિતી આપી નહોતી. પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાનાં બલૂન ગેરકાયદેસર રીતે અન્ય દેશોના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એ પણ સામાન્ય છે. અમેરિકાએ પહેલાં પોતાની જાત પર ચિંતન કરવું જોઈએ. અમેરિકાએ જે બલૂનને તોડી પાડ્યું હતું એ એક માનવરહિત હવાઈ જહાજ હતું, જે હવામાનશાસ્ત્રના સંશોધન માટે બનાવવામાં આવ્યું હતું. અમેરિકાના વિદેશપ્રધાને પણ તાજેતરની બીજિંગની મુલાકાતને આ ઘટના બાદ રદ કરી હતી.