Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં એક વીકમાં ૪૮,૦૦૦ બાળકો કોરોના પૉઝિટિવ આવ્યાં

અમેરિકામાં એક વીકમાં ૪૮,૦૦૦ બાળકો કોરોના પૉઝિટિવ આવ્યાં

Published : 30 December, 2022 12:11 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૧.૫૨ કરોડ બાળકો કોરોનાથી સંક્રમિત થયાં છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)


અમેરિકામાં બાવીસમી ડિસેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં લગભગ ૪૮,૦૦૦ બાળકો કોરોના પૉઝિટિવ આવ્યાં છે. અમેરિકન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ (એએપી) અને ચિલ્ડ્રન્સ હૉસ્પિટલ અસોસિએશનના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સતત ત્રીજા અઠવાડિયામાં બાળકોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ ૧.૫૨ કરોડ બાળકો કોરોનાથી સંક્રમિત થયાં છે. છેલ્લાં ચાર અઠવાડિયાંમાં લગભગ ૧.૬૫ લાખ કેસનો ઉમેરો થયો છે.


આ રિપોર્ટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે નવા વેરિઅન્ટ્સ અને એની સાથેસાથે સંભવિત લાંબા ગાળાની અસરોના સંબંધમાં બીમારીની તીવ્રતાનો અંદાજ મેળવવા માટે એજને સંબંધિત ડેટા વધારે કલેક્ટ કરવાની જરૂર છે.



આ રિપોર્ટમાં બાળકોના આરોગ્ય પર મહામારીની તાત્કાલિક અસરોની ઓળખ કરવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે, પરંતુ એની સાથે લાંબા સમયની અસરોને દૂર કરવા પગલાં લેવાની જરૂર પર પણ ભાર મુકાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2022 12:11 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK