રશિયન સરકારના પ્રવક્તા ડિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે ઝેલેન્સ્કીની મુલાકાત દરમ્યાન શાંતિ મંત્રણા માટે તૈયારીનો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી
વૉશિંગ્ટનમાં બુધવારે વાઇટહાઉસના ઈસ્ટ રૂમમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી. તસવીર એ.પી. / પી.ટી.આઇ.
રશિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે અમેરિકન પેટ્રિઓટ મિસાઇલ સિસ્ટમ્સ યુક્રેનને પૂરી પાડવાથી આ યુદ્ધનો અંત લાવવામાં કે રશિયાને એનાં લક્ષ્યોને હાંસલ કરતાં રોકવામાં મદદ નહીં મળે. રશિયન સરકારના પ્રવક્તા ડિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે ઝેલેન્સ્કીની મુલાકાત દરમ્યાન શાંતિ મંત્રણા માટે તૈયારીનો કોઈ સંકેત આપવામાં આવ્યો નથી, જેનાથી પુરવાર થાય છે કે અમેરિકા રશિયાની સાથે પ્રૉક્સી યુદ્ધ લડી રહ્યું છે.