સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ઇરાકી ઇન્ટેલિજન્સ સર્વિસે જૉઇન્ટ ઑપરેશનમાં અબુ ખદીજાને ઠાર કર્યો હતો જે ISISના પ્રમુખનું પદ સંભાળતો હતો
અબદુલ્લા માકી મુસ્લેહ અલ-રિફાઈ ઉર્ફે અબુ ખદીજા
અમેરિકાએ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)ના પ્રમુખને ઠાર કર્યો હોવાની જાણકારી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે આપી હતી. ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે આ ઑપરેશન સફળ રહ્યાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે અબદુલ્લા માકી મુસ્લેહ અલ-રિફાઈ ઉર્ફે અબુ ખદીજા અને તેનો એક સાથી આતંકવાદી પણ ઠાર થયો છે. અમેરિકાએ આ મિલિટરી હવાઈ ઑપરેશન ઇરાકી અને કુર્દ દળો સાથે મળીને પૂર્ણ કર્યું હતું.
આ મુદ્દે ઇરાકના વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ કહ્યું હતું કે અબુ ખદીજાને ઠાર કરવામાં આવ્યો છે. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ઇરાકી ઇન્ટેલિજન્સ સર્વિસે જૉઇન્ટ ઑપરેશનમાં અબુ ખદીજાને ઠાર કર્યો હતો જે ISISના પ્રમુખનું પદ સંભાળતો હતો. તેને ઇરાક અને દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી માનવામાં આવતો હતો.

