ડેમોક્રેટ્સે સિટિઝનશિપ ઍક્ટ રજૂ કર્યો, H1B સિસ્ટમમાં પણ ફેરફારોનો પ્રસ્તાવ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
શાસક ડેમોક્રેટિક પાર્ટીએ બુધવારે સિટિઝનશિપ ઍક્ટનું બિલ રજૂ કર્યું હતું જેમાં H1B વિઝા સિસ્ટમમાં ફેરફારો કરવા તેમ જ ગ્રીન કાર્ડ્સ માટે દેશદીઠ ક્વોટા નાબૂદ કરવા સહિત કેટલીક બાબતોનો પ્રસ્તાવ છે. કૉન્ગ્રેસનાં મહિલાસભ્ય લિન્દા સાંચેઝ દ્વારા રજૂ કરવામાં આવેલા અમેરિકન સિટિઝનશિપ ઍક્ટ ૨૦૨૩માં જરૂરી લીગલ ડોક્યુમેન્ટ્સ કે ઑથોરાઇઝેશન વિના અમેરિકામાં રહેતા ૧.૧૦ કરોડ ઇમિગ્રન્ટ્સની સિટિઝનશિપ માટે રોડમૅપ છે. એ સિવાય ખેતરોમાં કામ કરતા વર્કર્સને તાત્કાલિક સિટિઝનશિપ પૂરી પાડવાની પણ જોગવાઈ છે.
આ બિલ બૅકગ્રાઉન્ડ ચેકિંગ પાસ કરનારા તેમ જ ટૅક્સિસ ચૂકવનારા, પરંતુ જરૂરી લીગલ ડોક્યુમેન્ટ્સ કે ઑથોરાઇઝેશન વિના અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલના ભય વિનાના સિટિઝનશિપ પૂરી પાડવાની સંભાવના જગાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ડોનલ્ડ ટ્રમ્પ મુસીબતમાં! યૌન શોષણ કેસમાં દોષી, ૪૧ કરોડ દંડ ભરવો પડશે
એમાં દેશદીઠ મર્યાદા નાબૂદ કરીને રોજગાર આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારોની જોગવાઈ છે. એમાં અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્ટેમ (સાયન્સ, ટેક્નૉલૉજી, એન્જિનિયરિંગ અને મૅથેમેટિક્સ) ઍડ્વાન્સ્ડ ડિગ્રીધારકો માટે રહેવું સરળ બનાવવામાં, ઓછું વેતન આપતા ઉદ્યોગોમાં વર્કર્સને ગ્રીન કાર્ડ્સ પૂરા પાડવાની પ્રક્રિયામાં સુધારો કરવા, H1Bના ધારકોના ડિપેન્ડન્ટ્સને કામ કરવાની મંજૂરી આપવી તેમ જ H1B ધારકોનાં બાળકોને સિસ્ટમમાંથી આઉટ કરતાં અટકાવવાની જોગવાઈ છે.
H1B ધારકોનાં બાળકોને સિસ્ટમમાંથી આઉટ થાય એટલે કે વિઝાધારકોના ડિપેન્ડન્ટ બાળકો ૨૧ વર્ષની ઉંમર સુધી પહોંચે એટલે તેઓ ડિપેન્ડન્ટ દરજ્જા માટે પાત્ર રહેતાં નથી, જેનાથી તેઓ અમેરિકામાં પોતાનું લીગલ સ્ટેટસ ગુમાવી બેસે છે. આ સિટિઝનશિપ ઍક્ટમાં બૅકલોગ્ઝ ક્લિયર કરવા માટે આ પહેલાંનાં વર્ષોના ‘રિકૅપ્ચરિંગ વિઝા’ દ્વારા પરિવારોને સાથે રાખવા માટે ફૅમિલી આધારિત ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફારોની જોગવાઈ છે.